ચીખલીનાં મલિયાધરા પ્રાથમિક શાળાના રિધાન પટેલે એનએમએમએસની પરીક્ષામાં ૨૦૦ ગુણમાંથી ૧૫૦ જેટલા ગુણ પ્રાપ્ત કરી તાલુકાની તમામ પ્રાથમિક શાળામાંથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઉપરોક્ત પરીક્ષામાં નિર્ધારિત મેરીટ ક્રમમાં આવનાર વિદ્યાર્થીઓને વર્ષના ૧૨ હજાર રૂપિયા લેખે બારમાં ધોરણ સુધી ચાર વર્ષ શિષ્યવૃતિ મળતી હોય છે.
.
રિધાન પટેલ મલિયાધરા પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણ સુધી અવ્વલ નંબરે પાસ થયેલ છે. તેણે આ સિધ્ધીનો શ્રેય તેને સતત માર્ગદર્શન માટે તેની માતા હિતેશાબેન તેમજ શિક્ષકોને આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી. શાળાના આચાર્ય અને એસએમસીના સભ્યોએ પણ શાળાને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application