Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રિપલ અકસ્માત સર્જાતાં એકનું મોત, ત્રણ ઘાયલ

  • November 13, 2021 

ચીખલીના એક હોટલ માલિક તેના મિત્ર તથા પરિવાર સાથે વાપી કપડા ખરીદવા જઈ રહ્યા હતા તે સમયે મુંબઇ તરફથી પુરઝડપે આવેલી સુરતના કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદાવી તેમની કાર અને પાછળની કાર સાથે ભટકાતાં એક કારના ચાલકનું મોત થયું હતું. જ્યારે 3 ને ઇજા પહોંચી હતી. બનવાની વિગત એવી છે કે, ચીખલી ખાતે હોટલ દર્શનના માલિક અબ્બાસઅલી ગુલામ હેદર કડીવાલા તેમની કારમાં મિત્ર અશ્વિનકુમાર ઇશ્વરલાલ પટેલ, પત્ની અને પૂત્ર સાથે વાપી કપડાની ખરીદી કરવા જઇ રહ્યા હતા. તે સમયે 3.30 વાગ્યાના સુમારે વલસાડના સોનવાડા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા.

 

 

 

 

 

તે દરમિયાન એક કાર મુંબઇથી સુરત તરફ પૂરપાટ ઝડપે પસાર થતા તેના ચાલક અમિત જયંતિભાઇ સુરતી (રહે.વાસુપૂજ્ય ઇકો હોમ,પાલનપુર જકાતનાકા, અડાજણ) નાએ અચાનક કાબૂ ગૂમાવતાં ડીવાઇડર કૂદાવી સામેના ટ્રેક ઉપર કાર ધસી આવી હતી જેને લઇ અબ્બાસ અલીની કાર સાથે અથડાઇને પાછ‌ળ આવતી બીજી એક કાર સાથે જોરદાર રીતે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળ આવેલી કારના ચાલક ચૈતન્યસિંહ મદનસિંહ રાઠોડ (રહે.રાજપૂત સમાજવાડી, વડાલી,સાબરકાંઠા) નાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજ્યું હતું જ્યારે ચીખલીના હોટલ માલિક અને તેમના મિત્ર તથા પત્નીને ઇજા પહોંચી હતી. આ સાથે બીજી કાર જે પાછળ આવી રહી હતી તેમાં બેઠેલા અમિત તુલસીભાઇ પટેલને પણ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application