ચીખલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના સમાવિષ્ટ ગામો જે મુખ્ય માર્ગથી પીકઅપ 1 થી 2 કિમી દુર આવેલ આ ગામ હોવાથી ગામની પ્રજા માટે પીકઅપ બસ સ્ટેન્ડની અગત્યતા વધી જાય છે. આ ઉપરાંત આ સ્ટેન્ડથી અંદરના ગામડામાં રહેતા લોકોને 3-4 કિમી અંતરે ત્યાંના લોકોએ દુરથી બસ કે વાહનો પકડવા માટે પગે ચાલીને આવવું પડતું હોય છે. અહીંની પ્રજા માટે પીકઅપ સ્ટેન્ડ બિન ઉપયોગી અને જર્જરિત બન્યા હોવાથી મુસાફરોની સતત મુશ્કેલી વધી રહી છે. ખાસ કરીને હાઇવે પર મોટાભાગના પીકઅપ સ્ટેન્ડની ખરાબ હાલતને પગલે અંદરના ભાગે પ્રવેશ કરવામાં પણ મુસાફરોને ભય અનુભવાય છે.
જોકે, ચોમાસા જેવા દિવસોમાં મજબૂરીવશ અંદર બેસવાની નોબત આવે છે પરંતુ તૂટેલી છતને કારણે અંદર સહારો લેવાનો પ્રયાસ પણ વ્યર્થ બને છે. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં ઘણાં પીકઅપ સ્ટેન્ડ ખંડેર હાલતમાં છે, તેમછતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. પીકઅપ સ્ટેન્ડ જર્જરિત બનતા આમ જનતા માટે બિનઉપયોગી અને વધુ જોખમી બને તે પહેલા જ તેનું રિપેરિંગ કાર્ય થાય તેવી લોકમાં માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application