મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતિ ઉત્સવમાં ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન હનુમાનજી મહારાજનેચઢાવવામાં આવેલ મહા અન્નકૂટની આરતીમાં ભાગ લીધો હતો અને સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. હનુમાન જયંતિના પાવન અવસરે સલંગપુરધામમાં દર વર્ષે યોજાતી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની પરંપરા મુજબ આ વર્ષે પણ સમૂહ મારુતિ યજ્ઞની સાથે હનુમાનજી મહારાજને અર્પણ કરેલ મહા અન્નકૂટ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે તેમણે હનુમાનજી મહારાજની ભક્તિભાવપૂર્વક આરતી કરી હતી અને તમામ લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી. હનુમાન જયંતિની આ ભવ્ય ઉજવણીમાંકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો, આગેવાનો અને ભક્તોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application