ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ વિચારસરણી ધરાવતા લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગરીબો, વંચિતો, પીડિતોના સર્વગ્રાહી વિકાસને હરહંમેશ પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબો-વંચિતોને મળે તે માટેની સતત ચિંતા રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ મોકળા મને 'પ્રજા સાથે, પ્રજા વચ્ચે અને પ્રજા માટે' સંવાદનો સેતુ સાંધીને ગરીબોના પ્રશ્નોને વાચાં આપી રહ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના બાહુલ્ય આદિવાસી ધરાવતા નર્મદા-તાપી જિલ્લાઓની મુલાકાત લીધી હતી. તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીના આગમન સાથે જ પ્રજામાં ખૂબ ઉત્સાહ નજરે પડ્યો હતો.
કુકરમુંડા અને નિઝર તાલુકામાં લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. ગામડાઓને જીવંત અને ધબકતા રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટરોની યોજના લાગુ કરવામાં આવી છે. ત્યારે માળખાકિય સુવિધાઓથી સજ્જ ગામડું એ આધુનિક ભારતના સંકલ્પ સમાન છે. ત્યારે તજેતરમાં મહારાષ્ટ્રને અડીને આવેલ તાપી જિલ્લા બોર્ડર વિલેજની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ મોરંબા ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટરની મુલાકાતે પણ ગયા હતા. તેમની આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ કુકરમુંડા તાલુકાના મોરંબા ગ્રામ પંચાયતના વી.સી.ઈ બીપિનભાઇ વલવી સાથે ઇ-ગ્રામ સેન્ટર દ્વારા અપવામાં આવતી સેવાઓ અંગે વિગતે ચર્ચા કરી હતી.
જેમા ઇ-ગ્રામ સેન્ટરમાં ઉપલબ્ધ કઈ સેવા કે જે લોકોને વધારે પ્રમાણમાં આપવામા આવે છે, બેન્કિંગ સર્વિસ તથા બેંકના ખાતા ખોલી આપવામાં આવે છે કે નહિ, કેટલો વિસ્તાર આ સેવાઓનો લોકો લાભ લઇ રહ્યા છે, માસિક આવક કેટલી મળી રહે છે, વગેરે જેવી મહત્વની બાબતો વિશે પૃચ્છા કર્યા બાદ આ તમામ સુવિધાઓથી સજ્જ મોરંબા ઇ-ગ્રામ સેન્ટરથી તેઓ પ્રભાવિત થયા હતા, અને અહીંના કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બોર્ડર વિલેજ હોવા છતા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અહિં ઉપલબ્ધ છે.
વી.સી.ઈ બીપિનભાઇ વલવીએ મુખ્યમંત્રીશ્રીને ઇ-ગ્રામની સર્વિસ બાબતે જણાવ્યું હતું કે મોરંબા ઇ-ગ્રામ સેન્ટરમાંથી આધાર કાર્ડ, પીએમજેએવાય કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, જીઇબી બિલ કલેકશનની સુવિધા સૌથી વધારે પુરી પાડવામાં આપે છે. વધુંમાં આજુ બાજુના ગામો સહિત પાડોશમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના નાગરિકો પણ અહિંયા આવીને કેટલીક જરૂરી સેવાઓનો લાભ લઇ રહ્યા છે. આ વાત સાંભળતા મુખ્યમંત્રીશ્રીએ હર્ષની લાગણી અનુભવી હતી કે બોર્ડરના રાજ્યને પણ ગુજરાતની સેવાઓનો લાભ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોરંબા ઇ-ગ્રામ સેન્ટરમાંથી ડિજિટલ સેવાસેતુ (ડીએસએસ) અંતર્ગત ૪૧ જેટલી સેવા આપવામાં આવે છે.
આદિજાતિ વિસ્તારના પ્રત્યેક માનવીનું જીવન ધોરણનું સ્તર ઉપર આવે, જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા ઉમદા આશય સાથે રાજ્ય સરકાર જિલ્લાના છેવાડાના ગામોને અગ્રતા આપીને વિકાસની મુખ્યધારામાં લાવીને વિકાસની આ સફરમાં સાથે આગળ વધવાનો નિશ્ચય કર્યો છે. ત્યારે તાપી જિલ્લાના છેવાડાના નહિં પરતું પહેલા કહેવાતા ગામડાઓમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ સફર સફળ રહીં હોય એવું કહેવું સાર્થક છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500