આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.04/08/2022નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વ્યારા સ્થિત કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિર્માણ કાર્યના નિરીક્ષણ માટે પઘારનાર છે. ચાલો જાણીએ આ રમત ગમત સંકુલ અંગે રસપ્રદ બાબતો શુ છે? તાપી જિલ્લાના વ્યારા સ્થિત આ સંકુલનું નિર્માણ આઠ એકર જમીન ઉપર થઇ રહેલ છે. બ્લોક નં.485 પૈકી 26,756 ચો.મી. તથા બ્લોક નં.489 પૈકી 5,277 ચો.મી. મળી કુલ 32,912.00 ચો.મી. જમીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બાંધકામ માટે તા.23-02-2016નાં રોજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે.
આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો તમામ સાધન સુવિધા યુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા 5.50 કરોડની વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેની 35 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે.
સંપુર્ણ કામગીરી અંદાજિત 31-12-2022 સુધી કામગીરી પુર્ણ થશે. આ ઉપરાંત વોલીબોલના 2, ખો-ખો-1, કબડ્ડી-2 તથા પ્રેક્ટીસ આર્ચરીના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત રૂપિયા 01 કરોડ વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરી જેની 80 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે.
આમ હાલ 6.50 કરોડના કામો પ્રગતિમાં છે આ સંપુર્ણ કામગીરી અંદાજિત 31-08-2022 સુધી કામગીરી પુર્ણ થશે. સંકુલની અન્ય ખાસ બાબતોમાં જિલ્લા રમત સંકુલ ખાતે 200 ખેલાડીઓની ક્ષમતા વાળી હોસ્ટેલ બિલ્ડીંગનું કામ અંદાજીત રૂપિયા 14 કરોડમાં, ચાર લેન સિન્થેટીક એથ્લેટિક ટ્રેકનું ફુટબોલ ગ્રાઉન્ડ સહિતનું કામ અંદાજીત રૂપિયા 6.80 કરોડ, બાસ્કેટ બોલ-1 તથા ટેનિસ કોર્ટ-1ના ગ્રાઉન્ડ રૂપિયા 1.39 કરોડ મળી કુલ- રૂપિયા 22.19 કરોડના ખર્ચે કામો શરૂ થનાર છે. આમ જિલ્લામાં કૂલ-28.69 કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત ગમત સંકુલ નિર્માણ થશે.
આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ દ્વારા તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકીર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે. દક્ષિણના છેવાડાનો જિલ્લો તાપી પોતાની અનેક બાબતો માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ત્યારે આ સ્પોર્ટસ સંકુલ તાપી જિલ્લાને શોભાન્વિત કરી રમત પ્રિય જનતા માટે ઉચ્ચ કોટીની સેવા પુરી પાડશે તેમા કોઇ બેમત નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500