રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા ધારાસભ્ય સંગીતાબહેન પાટીલના યજમાન પદે આયોજીત શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું. આ પ્રસંગે શિવ મહાપુરાણના વકતા મહારાજ શ્રી લલિત નાગરે મુખ્યમંત્રીનુ હારમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન કરવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આપણા જીવનમાંથી અવગુણોને દુર કરી જીવમાંથી શિવ થવાનો અનુરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application