ગુજરાતના તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા, ગગંથા, મોરંબા, તોરંદા, કુકરમુંડા, નિઝર તાલુકાના રુમકીતલાવ ગામે આજે તા.૬મી જૂલાઈએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ ક્ષેત્રોની મુલાકાત કરી ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી જાત માહિતી મેળવશે અને ગામનું નિરિક્ષણ કરી કાર્યકરો-અધિકારી-કર્મચારી-બાળકો,શિક્ષકો,ખેડુતો સાથે પણ વાર્તાલાપ કરશે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે મુખ્યમંત્રીશ્રીના આગમન પૂર્વેની તૈયારીઓનું નિરિક્ષણ કરી તમામ જગ્યાએ જરૂરી વ્યવસ્થા અને ચકાસણી કરી હતી.
જેમાં હેલીપેડ, આગમન અને સ્વાગત અંગેનું સ્થળ, સભાસ્થળ, આંગણવાડી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,તેમજ ખેડૂતના ખેતર અને અમૃત સરોવર, આશ્રમ શાળા જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. ડાબરીઆંબા ગામે મુખ્યમંત્રીશ્રીના આગમનના પૂર્વે મંગળવારે જિલ્લા જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ તમામ તૈયારીઓના આખરી ઓપનું નિરીક્ષણ કરી સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ...
નોંધનિય છે કે, મુખ્યમંત્રીશ્રીનું ડાબરીઆંબા ગામે સવારે ૮.૪૫ આગમન, ત્યાર બાદ ડાબરીઆંબા ગામે દૂધ મંડળી, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળાની મુલાકાત, ૯-૧૫થી ૯-૩૦ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગથા, ૯-૪૦થી ૧૦-૪૦ સુધી મોરંબા ગામે દૂધ મંડળી, પંચાયત ઘરની મુલાકાત, ૧૦-૫૦થી ૧૧-૨૦ સુધી પ્રાથમિક શાળા તોરંદા, તોરદા ગામે અમૃત સરોવર, પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત, ૧૧-૩૦થી ૧૧-૪૫ સુધી ITI કુકરમુંડાના નિર્માણાધીન બાંધકામની મુલાકાત કરી ૧૨-૩૦થી ૧૪-૩૫ સુધી નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામે રૂર્બન પ્રોજેક્ટ (ગ્રામ પંચાયત ભવન, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, કોમ્યુનીટી હોલ & ઇ-ગર્વનન્સ સેન્ટર, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ગ્રામ હાટ (રૂરલ મોલ)ની મુલાકાત બાદ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ અનુકુળતાએ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની મુલાકાત કરી. અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500