નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ ગ્રામ સભા યોજ્યા બાદ ગામની શાળાના બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી. બાળકો સાથે બાળક જેવા બનેલા મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના મુખેથી અભ્યાસકીય મૂંઝવણો અને શૈક્ષણિક પ્રગતિની વિગતો સાંભળી હતી. તેમણે બાળકોને સતત શીખતાં રહેવા, જિજ્ઞાસાવૃત્તિ કેળવવા અને આજ્ઞાંકિત બનવાની શીખ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ બાળકોને અભ્યાસમાં ક્યારેય આળસ ન કરવા અને સતત પરિશ્રમથી ગામ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application