Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પર્સનલ સચિવ સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલ ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું

  • November 09, 2024 

મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પર્સનલ સચિવ સુનીલ શ્રીવાસ્તવ તથા તેમની સાથે જોડાયેલા ઠેકાણાઓ પર શનિવારે ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું છે. આ રેડ રાંચીમાં સાત તથા જમશેદપુરમાં નવ ઠેકાણે ચાલી રહી હોવાની માહિતી મળી છે. આ રેડને ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગને સૂચના છે કે, હવાલાના માધ્યમથી રૂપિયાની લેણદેણ થઇ છે. સુનીલ શ્રીવાસ્તવ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં અંગત સચિવ હોવાની સાથે જ ઝારખંડ મુક્તિ મોરચના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.

તમને જણાવી દઇએ કે ઝારખંડ હાઇકોર્ટે જૂનમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) નેતા હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ કેસમાં જામીન આપ્યા હતા. ઇડીએ 31 જાન્યુઆરી 2024નાં રોજ મુખ્મંત્રી હેમંત સોરેન સાથે સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ હેમંત સોરેન રાજભવન ગયા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ નેતા રાકેશ સિન્હાએ હેમંત સોરેનના ઘરે રેડ મુદ્દે કહ્યું હતું કે આ કાર્યવાહી ફક્ત વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવવા માટે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે 'ઝારખંડ માટે આ કોઇ નવી વાત નથી. રાજ્યમાં વિપક્ષી નેતાઓ અને તેમના અંગત કર્મચારીઓ પર સતત ઇન્કમ ટેક્સ રેડ પાડવામાં આવે છે. ભાજપ હવે ફક્ત ઇન્કમ ટેક્સ અને ઇડી રેડ દ્વારા પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. અહીં જનતા પહેલાં જ તેમને નકારી ચૂકી છે. આ પ્રકારની કાર્યવાહીથી ફક્ત વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application