Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ-શો ગુરુકાળનાં સુભાષચોકથી બોડકદેવ સુધી યોજાયો : રોડ-શો દરમિયાન બહોળી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો અને નેતાઓ સહિતનાં લોકો ઉપસ્થિત

  • November 27, 2022 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટાભાગનાં ઉમેદવારો પ્રચાર, રોડ-શો, જનસભાને સંબોધનમાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોનો સમય પણ નજીક આવી ગયો છે, ત્યારે ભાજપનાં ઘાટલોડિયા બેઠકનાં ઉમેદવાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રોડ-શો યોજ્યો હતો. આ રોડ-શો દરમિયાન જનમેદની પણ ઉમટી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડશો ગુરુકાળનાં સુભાષચોકથી બોડકદેવ સુધી યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો, નેતાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.



જોકે આ દરમિયાન અમદાવાદ જિલ્લાનાં ઘાટલોડિયા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ તરફથી મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારા છે, તો કોંગ્રેસે પણ અમિબેન યાજ્ઞિકને ઘાયલોડિયાનાં ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયા બાદ સૌની નજર ઘાટલોડિયા બેઠક રહેશે, કારણ કે આપે આ બેઠક પર વિજય પટેલને ટિકિટ આપી છે. ઘાટલોડિયાનાં કુલ મતદારની વાત કરીએ તો અહીં પાટીદારોનું પ્રભુત્વ છે. 4,18,976 મતદારો ધરાવતી ઘાટલોડિયા બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો છે.



ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જિલ્લામાં તા.5મી ડિસેમ્બરનાં રોજ મતદાન યોજાશે અને પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના મતદાનનું પરિણામ તા.8મી ડિસેમ્બરે જાહેર કાશે. જયારે બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે એક અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. સાથે જ મતગણતરી તા.8 ડિસેમ્બરે થશે. બે તબક્કામાં તમામ 182 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે.




જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા કુલ એક હજાર 621 ઉમેદવારોમાં એક હજાર 482 પુરૂષ ઉમેદવારો અને 139 મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોનાં અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News