ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.૨૯ જુલાઈના રોજ 'મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમના સુચારૂ આયોજન તેમજ કામગીરી સંદર્ભે, ડાંગ જિલ્લા વહિવટી તંત્રના વડા એવા કલેકટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગ સહિત વાહન વ્યવહાર, માર્ગ અને મકાન વિભાગ, વીજ, શિક્ષણ, આરોગ્ય, માહિતી અને પ્રસારણ, તેમજ વન વિભાગ જેવા સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને, સંબંધિત કાર્યક્રમની આનુષાંગિક કામગીરીથી અવગત કરાવાયા હતા. દરમિયાન પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી પાર પાડવા, કલેક્ટર બી.બી.ચૌધરીએ સુચનો કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા પ્રાંત અધિકારી સાગર મોવાલિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500