મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે. આ પોલીસીના એનાઉન્સ સમયે ફિલ્મ સ્ટાર અજય દેવગણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ગુજરાતમાં ફિલ્મ ક્ષેત્રે નવી ઈકોસિસ્ટમને ડેવલપ કરવાના હેતુસર આ પોલીસીની જાહેરાત કરવામાં આવશે.ઘણા સમયથી ગુજરાતમાં ફિલ્મોના શૂટિંગને લઈને પ્રોત્સાહન આપવાના હેતુસર મનોમંથન થઈ રહ્યું હતું ત્યારે ગુજરાતમાં ફિલ્મ શૂટિંગની ઈકો સિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર દ્વારા સિનેમેટીક પોલીસીની જાહેરાત કરવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે.
બોલિવૂડ ફિલ્મના સુપર સ્ટાર અજય દેવગણની હાજરીમાં જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં 2022-27ની પોલીસી જાહેરાત કરાઈ રહી છે.ફિલ્મ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા, ફિલ્મ મેકીંગ, બીગ બજેટ ફિલ્મ અને મેગા ફિલ્મોને પ્રોત્સાહન મળી રહેશે. તમામ ફિલ્મ ધારકો સાથે પરામર્શ કર્યા બાદ આ ફિલ્મને લગતી પોલીસી તૈયાર કરવામાં આવી છે. જેની આજે જાહેરાત કરવામાં આવશે. ફિલ્મ સિનેમાના કલાકારો આગામી સમયમાં ગુજરાતમાં ફિલ્મના શૂટિંગ માટે મોટી સંખ્યા આવશે. આ માટે ફિલ્મના શૂટિંગને લઈને અલગ પ્રકારની વ્યવસ્થા વગેરેને લઈને નવી જાહેરાતો કરવામાં આવશે. ખાસ કરીને ફિલ્મ શૂટિંગ માટે ઈકોસિસ્ટમને મજબૂત કરવાનો ગુજરાત સરકારનો આ નિર્ધાર છે. આજે સીએમ અને અજય દેવગણની સાથે અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે.
આ સ્થળો આગામી સમયમાં ફિલ્મ પ્રોડક્શનના આકર્ષણના સ્થળો બનશે
સાસણગીર,સોમનાથ,સાપુતારા,કચ્છનું સફેદ રણ,દ્વારકા,માધવપુર બીચ,ધોરડો,પોલો ફોરેસ્ટ, જૂનાગઢ, ગીરનાર પર્વત,અંબાજી સહીતના ગુજરાતના અનેક સ્થળો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ગુજરાતમાં ફિલ્મની પ્રવૃત્તિને વેગ મળે તે માટે
ખાસ કરીને મળતી વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શૂટિંગ માટે આવી રહેલા જે તે પ્રોડક્શન હાઉસને 25% જેટલો ખર્ચ આપવાની પણ તૈયારી છે.આ ઉપરાંત ખાસ સિનેમેટીક પોલીસી આવતા ગુજરાત ટૂરીઝમને પણ વેગ મળશે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ બોર્ડર પર છે જેથી આસાનીથી મુંબઈથી ગુજરાત ભણી કલાકારો આવી શકશે. ખાસ કરીને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી ફીલ્મના શૂટિંગ માટે આવતી પ્રોડક્શન કંપનીઓને પ્રવાસન સ્થળો સૂચવવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500