Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું સ્વાગત કર્યું

  • March 09, 2023 

ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં. તેમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હતાં. ભારતીય પરંપરા મુજબ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.








વડાપ્રધાન મોદી આજે રાત્રે ગુજરાત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટેરા સ્થિત મોદી સ્ટેડિયમમાં નિરિક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેડિયમમાં બંને દેશોનાં વડાની હાજરીને લઈ તૈયારીઓ માટેની સમિક્ષા કરી હતી. જોકે ગુરુવારે ૯ માર્ચનાં રોજ અમદાવાદના મોઢેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે. તેમજ સાંજે ચાર વાગે ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવ્યા હતાં. જ્યાંથી તેઓ સીધા ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આશ્રમની મુલાકાત લેશે.







ત્યારબાદ સીધા તેઓ હોટલ ખાતે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન જશે અને રાત્રિરોકાણ કરશે. આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8.30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. બંને વડાપ્રધાન મેચમાં હાજર રહેશે. બે કલાક સુધી બંને વડાપ્રધાન મેચ નિહાળશે અને મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી કરે એવી પણ શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application