Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • January 08, 2023 


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી કાઇટ ફેસ્ટીવલની પરંપરા આજે વૈશ્વિક ઓળખ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઇઓ પાર કરી રહી છે.તેમણે વધુમાં કહ્યું કે,પતંગ મહોત્સવ આકાશને આંબવાનો,નવી ઉંચાઇઓ સર કરવાનો અવસર છે. પતંગ ઉન્નતિ,પ્રગતિ અને ઉડાનનું પ્રતિક છે અને કાઇટ ફેસ્ટિવલ જેવા ગુજરાતના તહેવારો ઇન્ટરનેશનલ એટ્રેક્શન બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.




આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના 2023 ની વાત કરતા મુખ્યમંત્રી એ કહ્યું કે, આ વર્ષનો પતંગ મહોત્સવ આપણે જી-ટ્વેન્ટીની થીમ -;વસુધૈવ કુટુંમ્બકમ સાથે ઉજવી રહ્યાં છીયે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-ર૦ દેશોની બેઠકોની યજમાની કરી રહ્યું છે. વડાપ્રધાનએ ભારતની છબી વૈશ્વિક મંચો ઉપર જે રીતે સુદ્રઢ - ઉજળી બનાવી છે તેને કારણે આવા વૈશ્વિક મહાસંમેલનો ભારતમાં યોજાવા લાગ્યા છે. એટલું જ નહિ ગુજરાતને પણ જી-ટવેન્ટીની ૧પ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે એ આપણાં ગુજરાત માટે એક ગૌરવની વાત છે.




મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે,વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ ઇકોનોમીથી લઇ ડીફેન્સના ક્ષેત્રે મોટા પાયે બદલાવો આપણે જોયા છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની ચૂકયું છે અને સૌથી ઉંચા દરે વિકાસ પણ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ અમૃતકાળમાં ભારતના વિકાસને વધુ ઉંચાઇએ લઇ જઇ વિકસિત રાષ્ટ્રના નિર્માણનો આપણો સંકલ્પ છે. તેને સાકાર કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સંપૂર્ણ સજ્જ છે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યોહતો.



ગુજરાતના વિકાસની યાત્રા અવિરત રાખવા આપણે પ્રવાસન અને રોજગાર જેવા વિષયો ઉપર વિશેષ ભાર આપ્યો છે. આજનો આ કાઇટ ફેસ્ટીવલ તેનું ઉદાહરણ છે એમ મુખ્યમંત્રી વધુમાં ઉમેર્યું હતું. ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે મુખ્યમંત્રી એ કહ્યું કે,વડાપ્રધાનશ્રીએ આપણા પરંપરાગત તહેવારો, ઉત્સવોનેજનભાગીદારી સાથે લોકઉત્સવ તરીકે ઉજવવાની નવતર પરંપરા આપી છે. આના પરિણામે બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર ૮ થી ૧૦ કરોડ રૂપિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો ૪૦ ટકા હિસ્સો એકલુ ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા ૬૨૫ કરોડ છે અને લગભગ ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application