મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કહેર ગામનાં સરપંચ ફળિયામાં રહેતા વિરલભાઈ મનોજભાઈ ચૌધરી (ઉ.વ.૩૦) નાંઓની ગત તારીખ ૧૫/૧૦/૨૦૨૪થી ૧૬/૧૦/૨૦૨૪નાં સમયગાળામાં તેમના કબ્જાની હીરો હોન્ડા કંપનીની સુપર સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૨૬/એલ/૧૭૩૧ને ઘરનાં આંગણામાં ચાવી રાખી જ પાર્ક કરેલ હતી અને આ બાઈક જેની કિંમત રૂપિયા ૨૦,000/- જેને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વિરલભાઈ ચૌધરીએ તારીખ ૨૮/૧૦/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ મથકે બાઈક ચોર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application