ડાંગ જિલ્લામા ગત દિવસોમા મુશળધાર વરસાદના કારણે નદીઓમા પુરની પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ. આ પુરમાઘરવખરીનો સામાન, પશુ તેમજ માનવ મુત્યુથી ભારે નુકસાન થવા પામ્યુ હતુ.ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 7 જેટલા માનવ મુત્યુના કેસો નોંધાયા છે. જેમા રાજ્ય સરકાર દ્વારા સંવેદના દાખવી તાત્કાલિક ધોરણે મુત્યુ પામનાર વ્યક્તિઓના વારસદારોને સહાયની ચુકવણી કરવામા આવી રહી છે.
દરમિયાન આજે આહવા તાલુકાના 2 માનવ મુત્યુના કેસમા (કડમાળ અને હારપાડા) તેમના વારસદારોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ,આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, આહવા તાલુકા પંચાયત સદસ્ય શ્રી સુરેશભાઈ ચૌધરી, સામાજિક આગેવાન શ્રી હીરાભાઈ રાઉતની ઉપસ્થિતમા વ્યક્તિ દીઠ ચાર ચાર લાખની સહાયના ચેકનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ અગાઉ પણ માનવ મૃત્યુના એક કેસમા રૂ.૪ લાખની સહાય તેના પરિવારને ચૂકવી દેવામા આવી છે. આમ, આહવા તાલુકામા આજદિન સુધી નોંધાયેલા કુલ ત્રણેય કેસોમા સહાયની ચુકવણી કરી દેવામા આવી છે.
આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ કે, 11 અને 12 જુલાઈના રોજ જિલ્લામા ભારે થી અતિભારે વરસાદ વરસી જતા નદીઓમા પુરની પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ. જેમા માનવ મુત્યુના બનાવો પણ બન્યા હતા. જે અંગે આગેવાનો દ્વારા માહિતી મેળવી તાત્કાલિક સહાય આપવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. આવા પ્રંસગે સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ કામ કરે છે,જે આવકારદાયક છે.
-
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500