Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે સ્વસહાય જૂથોને રૂ.૮૪ લાખથી વધુની રકમના ચેક વિતરણ કરાયા

  • September 17, 2022 

તારીખ 17મી સપ્ટેમ્બર,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગ્રામ ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની, ગાંધીનગર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ એજન્સી, ડાંગ આયોજિત 'વિશ્વાસથી વિકાસ યાત્રા' ના કાર્યક્રમનમા,જિલ્લાના સ્વસહાય જૂથોને રૂ.૮૪ લાખ,૩૦ હજાર, ૧૮ ની કિંમતના ચેકોનુ વિતરણ કરાયુ હતુ.




વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના જન્મદિવસે સમગ્ર ડાંગ જિલ્લા વતી તેમને શુભકામનાઓ પાઠવતા, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તિકરણના કાર્યને આગળ ધપાવતા, ગુજરાત રાજ્યે મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્રતા પુરી પાડી છે તેમ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યુ હતુ. પ્રજાજનોએ સરકારમા મુકેલા વિશ્વાસનુ વળતર આપતા સરકારે, અનેક કલ્યાણ યોજનાઓ અમલી બનાવીને, જનમાનસમા વિશ્વાસનો સંચાર કર્યો છે, તેમ પણ શ્રી મંગળભાઈ ગાવિતે આહવા ખાતે વધુમા જણાવ્યુ હતુ.સરકાર ઉપર પ્રજાજનોનો વિશ્વાસ, પ્રજામાનસ પર સરકારનો વિશ્વાસ, અને નાગરિકોને સ્વયંની શક્તિ પરના વિશ્વાસના ત્રિવેણી સંગમ થકી, ડાંગની ગ્રામીણ નારીઓ પણ આર્થિક રીતે પગભર થઈને, આત્મનિર્ભર બની છે તેમ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યુ હતુ.




વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની દેખાડેલી દિશા તરફ પ્રયાણ કરીને, ડાંગની મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર થઈ છે, ત્યારે મહિલાઓને દરેક ક્ષેત્રે અગ્રેસર થવાની ભરપૂર તક પુરી પાડનાર વડાપ્રધાનશ્રીનુ સ્વપ્ન અહીં સાકર થતુ દેખાઈ રહ્યુ છે તેમ પણ તેમણે વધુમા ઉમેર્યું હતુ.ડાંગની ગ્રામીણ બહેનોને અંધશ્રદ્ધા,વહેમ,વ્યસન,બાળ વિવાહ જેવા દુર્ગુણોથી દુર રહી,નવા ભારતના નિર્માણમા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પણ ધારાસભ્ય વિજયભાઈ પટેલે હાંકલ કરી હતી.કાર્યક્રમમા શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પાણીની જરૂરીયાત તેમજ વહીવટ અને સરકારી પારદર્શિતાની કામગીરી ડબલ એન્જીન સરકારની દેન છે, તેમ આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે પોતાના પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યુ હતુ.





વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તિકરણ સ્વપ્નને સાકર કરતા આ કાર્યક્રમમા, ડાંગ જિલ્લામા કાર્યરત સ્વસહાય જુથો પૈકી 300 જુથોની રૂ.450 લાખની લોન મંજુર કરવા સાથે, 42 જુથોને રૂ.12.60 લાખનુ રીબોલ્વિંગ ફંડ,અને 144 જુથોને પ્રત્યેક જુથ/સંઘને રૂ.15 લાખ પેટે કુલ રૂ.216 લાખન કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામા આવ્યુ હતુ. ડાંગ જિલ્લામા સ્વ સહાય જૂથ મારફત કુલ 3800થી વધુ મહિલાઓ જોડાયેલ છે. ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્વ સહાય જુથોની બહેના કાર્યક્રમમા આરોગ્યના સ્ટોલ રાખવામા આવ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News