Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની બોડર ઉપર આવેલ વલસાડ જિલ્લામાં રાજ્ય બહારથી આવતા વાહનોનું કડક ચેકીંગ : 3 વાહનોમાંથી રૂપિયા 23.37 લાખ રોકડ રકમ મળી આવી

  • November 28, 2022 

મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની બોડર ઉપર આવેલ વલસાડ જિલ્લામાં રાજ્ય બહારથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો વાહનોનું વાહન ચેકીંગ દરમિયાન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ઉમરગામ તાલુકામાંથી 2 અને ધરમપુરમાંથી 1 કાર મળી કુલ 3 અલગ અલગ વાહનોમાંથી 23.37 લાખથી વધુની રોકડ રકમ ઝડપી પાડી હતી. જયારે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ઝડપી કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.



રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. વલસાડ જિલ્લામાં રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની સરહદ સાથે જોડાયેલા વલસાડ જિલ્લાને વિધાનસભાની ચૂંટણી માટે સંવેદન શીલ જિલ્લો જાહેર કર્યો છે. અન્ય રાજ્યોમાંથી વલસાડ જિલ્લામાં આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર ચૂંટણી વિભાગના આદેશ અનુસાર ફ્લાઈંગ સવોડની ટીમની રચના કરવામાં આવી હતી. તા.3જી નવેમ્બરથી 26 નવેમ્બર સુધીમાં વલસાડ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે વલસાડ જિલ્લાનાં તમામ પ્રવેશ દ્વાર અને જિલ્લામાં અન્ય સ્થળોએ ચેકપોસ્ટ બનાવી બહારના રાજ્યોમાંથી આવતા તમામ વાહનોનું વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.



વલસાડ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ અને જિલ્લા પોલીસની ટીમે સંયુક્ત ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અન્ય રાજ્યોમાંથી વલસાડ જિલ્લામાં આવતા તમામ ચેકપોસ્ટ ઉપર કડકાઇથી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 3 અલગ-અલગ વિસ્તારમાં તૈયાર કરેલી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન 3 કારમાંથી કુલ 23.37 લાખ રૂપિયા ઝડપી પાડયા હતા. જેમાં નંદીગ્રામ પાસે હાઇવે ઉપર આવેલી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે એક કારમાંથી 4.87 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડયા હતા.



ધરમપુરના આંબાતલાટ ગામ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન 2 લાખ રૂપિયા રોકડા કારમાંથી ઝડપી પાડયા હતા. ફ્લાઈગ સ્ક્વોડની ટીમે કાર ચાલક રોકડા રૂપિયા અંગે યોગ્ય જવાબ આપી ન શકતા ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે રોકડા રૂપિયા અને કાર ડિટેન કરીને આગળની તજવીજ હાથ ધરી હતી. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને રાજ્યમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમની નિયુક્તિ કરવા આવી છે. મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની બોડરને અડીને આવેલા વલસાડ જિલ્લાને સંવેદન શીલ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.




અંતર રાજ્યને જોડતા તમામ રસ્તાઓ ઉપર ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. રાજ્ય બહારથી આવતા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જયારે ઉમરગામ તાલુકાના નંદીગ્રામ ખાતે આવેલી ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્ર તરફથી વલસાડ જિલ્લામાં આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક કારમાંથી 4.87 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કારના ચાલકને ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે રોકડા રૂપિયા અંગે પૂછતાં યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. જેથી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે રોકડા રૂપિયા અને કાર કબ્જે લઈને કાર ચાલકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application