ગાંધીનગરનાં કલોલમાં રાધે બંગ્લોઝમાં રહેતા અને વર્ષ ૨૦૧૮ના ગાળામાં અંજલિ સિલેક્શન નામના વીવો કંપનીના મોબાઇલ સ્ટોરમાં પ્રમોટર તરીકે નોકરી કરતાં સંજય પપ્પુભાઇ કહાર નામના યુવાનની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં આરોપી તરીકે જે તે સમયે વડોદરામાં આર સી દત રોડ પર સંગીતા એપાર્ટમેન્ટમાં રહેતા ભરત ઇન્દ્રવદન શાહ, તેની પત્ની ફાલ્ગુની શાહ અને પુત્ર શિવમને દર્શાવ્યા છે.
ફરિયાદ પ્રમાણે સંજય જ્યા નોકરી કરતો હતો. ત્યાં આરોપી ભરત અવાર નવાર મોબાઇલ ખરીદવા આવતો હોવાથી પરિચય થયા બાદ આરોપી તેને પોતાના ઝુડાલમાં સાવ્યા સ્કાય સ્થિત ઘરે ડેટાનું કામ કરાવવા લઇ જતો હતો. પરિણામે તેના પરિવાર સાથે પણ સારા સંબંધો થયા હતાં. દરમિયાન ભરતે પોતે તેની પત્ની અને પુત્ર શેર બજારના એજન્ટ તરીકે કામ કરીને મોટો નફો રળતા હોવાનું કહી રોકાણ કરીને કમાણી કરવાની લાલચ આપી હતી.
તેની વાતોમાં આવીને સંજયે રૂપિયા ૪.૮૫ લાખ આપ્યા બાદ કેનેડા પીઆર માટે રૂપિયા ૧૫.૭૯ લાખ આપ્યા હતાં. પરંતુ આખરે કમાણી પણ ન થઇ અને કેનેડાનું સ્વપ્નુ પણ સાકાર નહીં થતાં છેતરાયાની જાણ થવાના પગલે ઉઘરાણી શરૂ કરતાં આરોપીએ ૧૩.૫૪ લાખ પરત આપ્યા હતાં. બાદમાં ગુમ થઇ ગયેલા આરોપી અને તેના પરિવારની અમદાવાદ અને વડોદરા જઇને તપાસ કરી ત્યારે સંજયને જાણવા મળ્યુ હતું. કે આરોપીએ અમદાવાદ અને વડોદરામાં મકાન ભાડે આપનારા માલિકો ઉપરાંત અન્ય વ્યક્તિઓને પણ ફસાવીને રૂપિયા ૨.૫૨ કરોડનો ચુનો લગાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500