Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામનાં બંધાડ ફળિયાનાં એક ઘરમાં ડમ્પર ઘૂસી જતાં અફરાતફરી મચી, બનાવમાં થયો પરિવારનો આબાદ બચાવ

  • June 06, 2024 

ખેરગામના બંધાડ ફળિયાનાં એક ઘરમાં ડમ્પર ઘૂસી જતાં અફરાતફરી બચી ગઈ હતી. આ બનાવમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એક છોટા હાથી ટેમ્પો અને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઉપરાંત બાજુમાં આવેલા ચાર ઘરને પણ નુકસાન થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.


મળતી માહિતી મુજબ, ખેરગામના બંધાડ ફળિયામાં આવેલા પેટ્રોલ પંપની બાજુમાં ધવલ મુકેશ પટેલ રહે છે. જોકે રાત્રે તેઓ પરિવાર સાથે ઘરમાં સૂતા હતા. દરમિયાન રાત્રે બાર વાગ્યાના અરસામાં બેફામ દોડી આવેલું એક ડમ્પર નંબર DD/01/F/9367 દીવાલ તોડીને ઘરમાં ઘૂસી ગયું હતું. આ બનાવમાં ઘરમાં સૂતેલો પરિવાર તુરંત બહાર દોડી ગયો હતો. જોકે પરિવાર બીજા રૂમમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવમાં એક બાઈક અને છોટા હાથી ટેમ્પો, આંબાની કલમ, સિમેન્ટના થાંભલા સાથે બાજુમાં આવેલાં ચાર ઘરને નુકસાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News