આઈપીએલ 2024માં મોટો ફેરફાર 28 એપ્રિલના રોજ જોવા મળ્યો, કારણ કે, 2 મેચ સુપર સન્ડેના રોજ રમાઈ હતી. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું વચ્ચે રમાઈ જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. પહેલી મેચ જેમાં આરસીબીએ જીત મેળવી છે. જ્યારે બીજી મેચમાં સીએસકેની ટીમે બાજી મારી. ચેન્નાઈ સુપર કિંગ્સને આ જીતનો ફાયદો થયો છે અને ટીમ ફરીથી ટોપ-4માં પહોંચી ગઈ છે પરંતુ આરસીબી અત્યારસુધી છેલ્લા સ્થાન પર હતી પરંતુ ટીમના ખાતમાં 6 અંક આવી ગયા છે.
હાલમાં આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં એક કે બે નહિ પરંતુ પાંચ ટીમ એવી છે. જેમના ખાતામાં 10-10 અંક છે. એકમાત્ર ટીમ રાજસ્થાન રોયલ્સ છે. જેમના ખાતામાં 16 અંક છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. જો 10-10 પોઈન્ટવાળી ટીમની વાત કરીએ તો આમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સનું નામ સામેલ છે, પરંતુ નેટ રન રેટ કેકેઆર,સીએસકે અને હૈદરાબાદનો સારો છે જે ટોપ-4માં છે.
આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટસ અને છઠ્ઠા નંબર પર દિલ્હી કેપિટ્લસની ટીમ છે. સાતમાં નંબર પર ગુજરાત ટાઈટન્સ અને આઠમાં નંબર પર પંજાબ કિંગ્સ 9માં સ્થાન પર મુંબઈ ઈન્ડિયન્સ અને સૌથી છેલ્લા સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું છે. માત્ર આરસીબીની છોડીને તમામ ટીમ પાસે 16 પોઈન્ટ મેળવવાની તક છે. જો પોઈન્ટ ટેબલમાં આરસીબીની વધુ એક હાર થઈ તો ટીમના પ્લેઓફમાં જવાના રસ્તા બંધ થઈ જશે. ટૉપ-6માં ટીમ પાસે આગળ વધવાના ચાન્સ વધુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500