વરલીનાં દરિયા કાંઠે સ્થિત મુંબઇની પ્રખ્યાત હાજી અલી દરગાહનો સમય મુલાકાતીઓ માટે બદલાયો છે. જોકે આજરોજ ઇદ-અલ ફિત્રના અવસરે તેમજ બુધવાર અને ગુરુવારે અમુક સમય માટે દરગાહ મુલાકાતીઓ માટે બંધ રહેશે તેવી માહિતી તાડદેવ પોલીસ સ્ટેશન પાસેથી મળી છે. દરગાહની મુલાકાતનો સમય બે દિવસ ભારે ભરતીને કારણે બદલવામાં આવ્યો છે. હાજી અલી દરગાહ મંગળવારે બપોરે 12.30 થી 3 વાગ્યા સુધી બંધ રહેશે.
જયારે બુધવારે બપોરે 1.15 થી 3 .30 વાગ્યા સુધી અને ગુરુવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે તેવી માહિતી દરગાહ સત્તાવાળાઓએ તાડદેવ પોલીસ સ્ટેશનને આપી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આગામી બે દિવસ ગુરુવાર સુધી દરગાહના પ્રવેશ દ્વાર બહાર ભારે પોલીસ સિક્યુરીટી તહેનાત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application