ISRO દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 આજરોજ અવકાશયાન પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશવા આગળ વધી રહ્યું છે. ISROએ નિવેદનમાં કહ્યું કે, ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણ કક્ષાનું પરિક્રમા પૂર્ણ કરી લીધું છે અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે ISROએ જણાવ્યું કે, ISTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) એ સફળતાપૂર્વક પેરીજી ફાયરિંગ કર્યું. ત્યારબાદ સ્પેસક્રાફ્ટે ચંદ્ર તરફની યાત્રા શરૂ કરી દીધી છે. જે બાદ હવે 5 ઓગસ્ટ, 2023નાં રોજ, ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.
આ પછી, 16 ઓગસ્ટ સુધી, અવકાશયાન ચંદ્રની ભ્રમણ કક્ષાની આસપાસ ભ્રમણ કરશે. ત્યારબાદ લેન્ડર 17 ઓગસ્ટે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. ચંદ્રયાન-3 તારીખ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે. ISROએ તેની મહત્વાકાંક્ષી યોજના ચંદ્રયાન-3 અવકાશયાન ગત તારીખ 14 જુલાઈનાં રોજ બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશનાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી સંશોધનો કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે જાણવાની સાથે ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500