Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંદ્રયાન-3 અવકાશયાને ચંદ્રની ભ્રમણ કક્ષામાં સફળ અને સરળ રીતે પ્રવેશ કર્યો : ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્રની પ્રથમ તસવીર પણ સામે આવી

  • August 07, 2023 

ભારતનાં ચંદ્રયાન-3 અવકાશયાને તારીખ 5 ઓગસ્ટ-2023 શનિવારે સાંજના 7:15 વાગે ચંદ્રની ભ્રમણ કક્ષામાં સફળ અને સરળ રીતે પ્રવેશ કર્યો છે. આ સાથે જ ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્રની પ્રથમ તસવીર પણ સામે આવી ગઈ છે. આ દરમિયાન ચંદ્રની ફરતે ચક્કર લગાવી રહેલા સ્પેસક્રાફ્ટમાં લાગેલા કેમેરામાં ચંદ્રનો એક વીડિયો કેદ થયો છે. વીડિયોમાં ચમકદાર ચંદ્ર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પેસક્રાફ્ટમાં લાગેલા સોલાર પેનલ પણ જોવા મળી રહ્યા છે. ચાંદની આ પ્રથમ ઝલકને ઈસરોએ ટ્વિટર પર શેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ આજે ચંદ્રયાન-3 અવકાશયાનને સફળતા મળી છે.



ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરવામાં કોઈ જ ટેકનિકલ કે કુદરતી અવરોધ નડયો નથી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નાં સૂત્રોએ ખુશખબર આપ્યા છે. ચંદ્રયાન-3 અવકાશયાન તારીખ 14 જુલાઈ 2023નાં રોજ પૃથ્વી પરથી ચંદ્ર યાત્રાએ રવાના થયું છે. આજે બરાબર 23માં દિવસે ચંદ્રયાન-3 અવકાશયાને ચંદ્રની ભ્રમણ કક્ષામાં સંપૂર્ણ સફળતાથી પ્રવેશ કર્યો છે. ઉપરાંત સ્પેસક્રાફ્ટે ચમકતા ચંદ્રની એક તસવીર પણ મોકલી છે, જેને ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે. ચંદ્રયાન-3ની ચંદ્ર યાત્રા પર ઇસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. 




ચંદ્રયાન-3 મિશનના આગામી સ્ટેપ્સ....

6 ઓગસ્ટ બાદ ચંદ્રયાન-3 અવકાશયાનનાં લેન્ડર મોડયુલ (એલએમ) અને પ્રપલ્ઝન મોડયુલ (પીએમ) 2000 બાય 1000ની ત્રિજ્યામાંથી 100 બાય 100ની ત્રિજ્યામાં તબક્કાવાર પરિવર્તિત થશે,



19 ઓગસ્ટે ચંદ્રયાન-3નાં લેન્ડર મોડયુલ (એલએમ) અને પ્રપલ્ઝન મોડયુલ (પીએમ) છૂટાં પડશે, 


તારીખ 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડર 100 બાય 30 કિ.મી.ની ભ્રમણકક્ષામાં રહીને  ચંદ્રની સપાટી પર ઉતરવા આગળ વધશે. જોકે આ તબક્કે લેન્ડર 2માંથી કોઇપણ એક સાનુકુળ સ્થળની પસંદગી કરશે. ઈસરોએ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ અને સલામત રીતે ઉતરી શકે તે માટે 2 સ્થળ પસંદ કર્યાં છે. વિક્રમ લેન્ડરનો પહેલા સ્થળે ઉતરવાનો સમય 17:18 મિનિટ હશે, જ્યારે બીજા સ્થળે ઉતરવાનો સમય 17:53 મિનિટ હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application