Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંદ્રયાન-3એ દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટરએ ફોટા ક્લિક કર્યા જેમાં શિવ શક્તિ પોઈન્ટ પણ દેખાય છે

  • September 14, 2023 

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હાલના સમયે ચંદ્ર પર સ્લીપ મોડમાં આરામ કરી રહ્યું છે. ત્યાં હાલમાં ભારે ઠંડીનો માહોલ છે. પણ તેની નવી નવી તસવીરો સામે આવી રહી છે. જોકે આ વખતે તેના ફોટા દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર દનૂરી (Danuri)એ ક્લિક કર્યા છે. તેમાં શિવશક્તિ પોઈન્ટ પણ દેખાય છે. એટલે કે એ જગ્યા જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું કે આ તસવીર 27 ઓગસ્ટે લેવાઈ હતી જેથી અમે પણ ચંદ્રયાન-3ની ચંદ્રની દક્ષિણ ધ્રૂવ પર થનાર સફળ લેન્ડિંગની ખુશી મનાવી શકીએ. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં પહેલીવાર એવું થયું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર કોઈ યાન સુરક્ષિત લેન્ડ થયું હતું. જોકે રશિયાનું લુના-25 આ મિશનમાં ફેલ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application