મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન કેન્દ્ર મુંબઈ પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, અહેમદનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, પરભણી, બીડ, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદ, બુલઢાણામાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વાશિમ અને યવતમાલમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જયારે બીજી તરફ હવામાન વિભાગે થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, અહેમદનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, ઔરંગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડમાં વરસાદની આગાહી કરી છે. લાતુર, ઉસ્માનાબાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે વીજળીનાં ચમકારા સાથે વરસાદ અને તેજ ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અલગ-અલગ સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાજવીજ અને વીજળીનાં ચમકારા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500