દિલ્હી સહિત ઉત્તર ભારતમાં સવારે ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું હતુ. હવામાન વિભાગની માહિતી અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે ફરીથી ત્યાં ઠંડીમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં તારીખ 29 અને 30 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષાના સંકેતો જોવા મળી રહ્યા છે. જેની સીધી અસરથી ઉત્તર ભારતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળશે.
આ ઉપરાંત દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં આ બંને દિવસે હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, દિલ્હીમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ મહિનામાં સૌથી વધુ હતું. જયારે દિલ્હીનું મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સિઝનની સરેરાશ કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, દિલ્હીમાં એકંદરે એર ક્વોલિટી ઈન્ડેક્સ 297 નોંધાયો હતો. આગામી બે દિવસો આ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતાઓ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શીત લહેર યથાવત છે. આ વિસ્તારમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હવામાન કચેરીની આગાહી મુજબ આજે જમ્મુ-કાશ્મીરમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025