ભારતીય હવામાન વિભાગ દ્વારા મળેલી આગાહી મુજબ આગામી તા.૧૮ થી ૨૧ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના છૂટા-છવાયા વિસ્તારોમા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. જે ધ્યાને લેતા વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ હવામાનશાસ્ત્રના વિષય નિષ્ણાત એસ.એન.ચૌધરી દ્વારા જિલ્લાના ખેડૂતોને તેમના ખેતરમા ચાલી રહેલી પાકની કાપણી હાલ પુરતી મોકુફ રાખવા, અને કાપેલ પાકને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાની સલાહ આપવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, કેવિકેના કૃષિ હવામાન બુલેટિન અનુસાર આગામી ચાર દિવસો દરમિયાન સરેરાશ ૮.૯ મી.મી.વરસાદની સંભાવના સાથે, દક્ષિણ-પૂર્વીય પવનની ગતિ ૫ થી ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500