Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્વર્ણિમ સંકુલમાં જાણો કયા મંત્રીને ક્યાં ફાળવવામાં આવી ચેમ્બર, સમગ્ર મંત્રીઓએ પદભાર સંભાળી શરું કરી કામગિરી

  • December 13, 2022 

સમગ્ર મંત્રીમંડળે આજથી પદભાર સંભાળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી સહુજન હિતાય સહુજન સુખાયની ખેવના સાથે કાર્યભાર સીએમ એ સંભાળી લીધો છે ત્યારે મંત્રીઓને પણ સ્વર્ણિમ સંકુલમાં કેબિનો ફાળવવામાં આવી છે. ગઈકાલે શપથ વિધી પૂર્ણ થયા બાદ તમામ મંત્રીઓને ખાતાની ફાવણી કરી દેવામાં આવી હતી.




સ્વર્ણિમ સંકુલ 1માં આ મંત્રીઓ બેસશે

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સીએમ કાર્યાલયમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છે.

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મુખ્ય કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 1માં હશે.

- સ્વર્ણિમ સંકુલની ચેમ્બર નંબર 1માં આરોગ્ય મંત્રીઋષીકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ અને ડો.કુબેર ડીંડોર કામ કરશે.

- રાઘવજી પટેલને ચેમ્બર નંબર 2 ફાળવાઈ

- ચેમ્બર નંબર 3માં બળવંતસિંહ રાજપૂતે ચાર્જ સંભાળ્યો

- કુંવરજી બાવળિયા ચેમ્બર નંબર 4માં ચાર્જ સંભાળ્યો

- મુળુ બેરાએ ચેમ્બર નંબર 5માં ચાર્જ સંભાળ્યો



સ્વર્ણિમ સંકુલ 2માં આ મંત્રીઓની ચેમ્બર


- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચેમ્બર નંબર 4 સોંપવામાં આવી.

- ચેમ્બર નંબર 2માં જગદીશ વિશ્વકર્માને ફાળવાઈ

- પુરુષોત્તમ સોલંકીને ચેમ્બર નં 1 ફાળવાઈ

- બચુભાઈ ખાબડને ચેમ્બર નંબર 3 ફાળવાઈ

- ચેમ્બર નંબર 1માં મુકેશ પટેલે ચાર્જ સંભાળ્યો


સીએમ એ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે પોતાનો પદભાર સંભાળતા કામગિરી શરુ કરી છે. એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા. સીએમ એ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application