ડાંગ જિલ્લામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જિલ્લાના તમામ વિસ્તારમા સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા તાલુકાના પદાધિકારીઓ દ્વારા 'શાળા પ્રવેશોત્સવ'નો પ્રારંભ કરાવવામા આવી રહ્યો છે. ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીલમબેન ચૌધરી, તેમજ આરોગ્ય સમિતિનાં અધ્યક્ષા હેતલબેન, ચિકટિયા સરપંચ સીતાબેન, ભાજપ મહામંત્રી હરિરામભાઈ સાવત દ્વારા આજરોજ ચીકટિયા ગામમા 34 બાળકોને શાળા પ્રવેશોત્સવ થકી બાળકોમાં વિદ્યા સંસ્કારનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રંસગે નીલમબેન ચૌધરીએ જણાવ્યુ હતું કે, આદિવાસીઓના પ્રથમ તહેવાર તેરાના તહેવારની નવાગતુંક બાળકો માટે આ પ્રથમ તહેવાર છે. મોટી સંખ્યામાં બાળકોએ શાળામાં પ્રવેશ લેતા નીલમબેને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભાજપ મહામંત્રી હરિરામભાઈએ આ પ્રંસગે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો થકી બાળકોમા શિક્ષણની ચેતના જાગી છે. ત્યારે બાળકો નિયમિતપણે શાળાએ આવે તે માટે વાલીઓએ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો ભણશે તો પોતાનો અને ગામનો વિકાસ કરી શકશે. ચીકટિયાના 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમ પ્રસંગે ગામના આગેવાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500