સોનગઢ નગર-પાલિકાની છેલ્લા કેટલાક સમયથી બાકી રહેલ વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યોની વરણીનું કામ યોજાયેલ ખાસ સામાન્ય સભામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
સોનગઢ પાલિકાની વિવિધ સમિતિઓની મુદત પૂર્ણ થઈ જતા હાલમાં પ્રમુખ પાસે ચાર્જ હતો. વચ્ચે આવેલ પેટા ચૂંટણીમાં નગર ભાજપ ને ડાંગ જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવી હતી જેથી આ કામ પેન્ડિંગ જ રહ્યું હતું. જોકે સમિતિની રચના માટે ખાસ સામાન્ય સભા પ્રમુખ ટપુભાઈ ભરવાડના સાનિધ્યમાં યોજાઈ હતી એમાં નગરમાં ચર્ચાનો વિષય બનેલ એવી બાંધકામ સમિતિનું અધ્યક્ષ પદ મેળવવા છ જેટલા સભ્યો એ જોર લગાવ્યું હતું. અંતે મોવડી મંડળે યુવા ચહેરો એવા અમિતભાઈ અગ્રવાલ પર બાંધકામ અધ્યક્ષ તરીકે કળશ ઢોળ્યો હતો.
એમના સમર્થકોએ આ વરણી વધાવી લીધી હતી. એજ પ્રમાણે અન્ય સમિતિ પર નજર નાખીએ તો વીજળી સમિતિ વિનોદભાઈ ચંદ્રાત્રે ને ફાળે,પાણી પુરવઠો કૌશિકભાઈ કેદાર,આકારણી સમિતિ રાજેશ્રીબહેન ચંદાત્રે, આરોગ્ય અને સફાઈ સમિતિ પ્રકાશભાઈ ગામીત, કેબીન સમિતિ પૂનમભાઈ ભરવાડ, રમતગમત અને સાંસ્કૃતિકના અધ્યક્ષ પદે માયાબહેન ગામીત વરાયા હતા એજ પ્રમાણે ગટર સમિતિ અશોકભાઈ રાણા ને, સામાજિક ન્યાય ગીતાબહેન ગામીત ને, ટાઉન પ્લાનિંગ ચિંતનભાઈ દેસાઈને, ડિઝાસ્ટર સમિતિ ફાલ્ગુનીબહેન કોકણી ને, મહેકમ સમિતિમાલતીબહેન રોટેને અને વેરા વસુલાતનો ચાર્જ માયાબહેન પાટિલ સોપાયો હતો. બાગ બગીચા સમિતિમાં લતાબહેન જાધવ, શહેર શુશોભન રૂખસાનાબી મન્સૂરી તથા મહિલા અને બાળ કલ્યાણ રેખાબહેન શિંદેના ફાળે રહી હતી. પાલિકાશાશક પક્ષના નેતા તરીકે વૈશાલીબહેન ચૌધરી અને દંડક તરીકે પ્રિતેશભાઈ ગામીતની વરણી કરવામાં આવી હતી. એ પહેલાં કારોબારી તરીકે નિખિલ શેઠ ની અને ઉપપ્રમુખ તરીકે ભાવનાબહેન ગામીતની જાહેરાત થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500