Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતમાં ઇન્ટરનેટની સ્પીડને વધારતો કેન્દ્ર સરકારનો નિર્ણય : 5G ઇન્ટરનેટ મળશે સ્પીડ

  • June 16, 2022 

ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ 5G ઇન્ટરનેટ સ્પીડ મળશે. કેન્દ્ર સરકારે 5G સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. નિષ્ણાતોના મતે ભારતમાં 5G આવવાથી હવે હાલ જે 4G છે તેના કરતા 10 ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી 5G સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 5G સર્વિસને ટૂંક સમયમાં રોલ આઉટ કરવામાં આવશે અને 72 ગીગા હર્ટ્ઝનાં સ્પેક્ટ્રમની હરાજી 20 વર્ષ માટે કરવામાં આવશે. હાલ ભારતમાં 4G નેટવર્ક છે.



જોકે તેમ છતા અન્ય દેશોની સરખામણીએ સ્પીડ ઘણી જ ઓછી છે એવામાં હવે 5G આવી જવાથી વધુ સ્પીડ વાળા ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે, 5G મદદથી યૂઝર્સ માત્ર કેટલીક સેકંડમાં જ ફુલ એચડી મૂવી ડાઉનલોડ કરી શકશે. જ્યારે અપલોડ સ્પીડની વાત કરીએ તો 5G નેટવર્ક 1 જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. હાલ 4G માં આ સ્પીડ 50 એમબીપીએસ સુધીની છે. 5G સ્પેક્ટ્રમની હરાજી જુલાઇના અંત સુધીમાં શરૂ થઇ જશે.



આ હરાજી 20 વર્ષ માટે કરવામાં આવશે. જેમાં 600, 700, 800, 900, 1800, 2100 અને 2300  મેગાહર્ટ્ઝ બેંડની લો રેંજના સ્પેક્ટ્રમ, 3300 મેગાહર્ટ્ઝ બેંડના મધ્યમ રેંજના સ્પેક્ટ્રમ અને 26 ગીગાહર્ટ્ઝ બેંડના હાઇરેંજ વાળા સ્પેક્ટ્રમ સામેલ છે. ડિજિટલ કનેક્ટિવીટી સરકારના મુખ્ય પ્રોજેક્ટ જેમ કે ડિજિટલ ઇંડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે મહત્વપૂર્ણ યોજનાઓનો હિસ્સો છે. વર્ષ 2015 પછી દેશભરમાં ૪-જી ટેક્નોલોજીનો વિસ્તાર થયો. જેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી ગઇ છે.



આજે દેશમાં 80 કરોડ ગ્રાહકો બ્રોડબેંડ સાથે જોડાયેલા આ આંકડો વર્ષ 2014માં માત્ર 10 કરોડ જ હતો. નોંધનીય છે કે, 5Gની હરાજી માટે સ્પેક્ટ્રમની કિમત 4.31 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ટરનેટની પાંચમી જનરેશનને 5G તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાયરલેસ બ્રોડબેંડ ઇન્ટરનેટ સેવા છે. જે તરંગોના માધ્યમથી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. 1980ના દસકામાં વિશ્વમાં પ્રથમ જનરેશન એટલે કે 1G ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. જેનો ઉપયોગ 1992-93 સુધી થયો હતો. જ્યારે 2Gની શરૂઆત 1991માં થઇ હતી. બાદમાં 2001માં 3G અને 4Gની શરૂઆત થઇ હતી. જ્યારે વિશ્વમાં 2010માં જ 5Gની શરૂઆત થઇ ગઇ હતી, એટલે કે ભારતમાં આ સેવાનો પ્રારંભ થવામાં 11 વર્ષ લાગ્યા.



5G નેટવર્કનાં ફાયદાઓ

Speed : 5G ઇન્ટરનેટનો સૌથી મોટો ફાયદો તેની સ્પીડ છે, હાલ જે 4Gની સ્પીડ મળી રહી છે તે 100 એમબીપીએસ સુધીની હોય છે. 5Gમાં તે 10 ગણી વધી જશે. હાલ લો બેંડ 5G ઉપલબ્ધ કરાશે જેની સ્પીડ 1 થી 2 જીબીપીએસ સુધીની રહેશે. 10 થી 20 સેકંડમાં બે જીબી સુધીની ફિલ્મ ડાઉનલોડ થઇ શકશે.



Coverage : 4G નેટવર્ક હાલ મોટા ભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે જોકે તેમ છતા અંતરિયાળ વિસ્તારોમાં હજુ તેનો લાભ નથી પહોંચ્યો, 5Gના માધ્યમથી ટેલીકોમ કંપનીઓને નેટવર્ક રેંજ વધારવામાં મદદરુપ થઇ શકે છે.



4કે વીડિયો કોલ : હાલ જેટલી સ્પીડ છે તેના કરતા 10 ગણો વધારો થશે જેનાથી યૂઝર્સ હાઇ ક્વોલિટી, અલ્ટ્રા હાઇ રિઝોલ્યૂશન અને 4 કે વીડિયો કોલ્સ કરી શકાશે. વધારે સારી કનેક્ટિવિટી અને કોલિંગ સુવિધા મળશે. એચડી ક્વોલિટીના ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકાશે. ઓનલાઇન ગેમિંગમાં ફાયદો થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application