Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટર્સ માટેની નવી ગાઈડલાઈન તૈયાર : કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને ભણાવવા માટે એડમિશન નહીં મળે

  • January 19, 2024 

પ્રાઈવેટ કોચિંગ સેન્ટર્સની પર હવે કેન્દ્ર સરકારે લગામ લગાવવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. આ નવી ગાઈડલાઈનના અનુસાર, હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે. તેના માટે સૌથી પહેલા તેને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એટલું જ નહીં હવે કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને ભણાવવા માટે એડમિશન નહીં થાય. કોચિંગ સેન્ટર કોઈ વિદ્યાર્થી પાસેથી મનફાવે તેવી ફી પણ નહીં વસૂલી શકે. કેન્દ્ર સરકારે આ ગાઈડલાઈન દેશભરમાં NEET કે JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના વધતા સુસાઈડ કેસ અને દેશમાં બેફામ કોચિંગ સેન્ટરની દાદાગીરીને લઈને લીધા છે.


ગાઈડલાઈન અનુસાર, IIT JEE, MBBS, NEET જેવા પ્રોફેશનલ કોર્સ માટે કોચિંગ સેન્ટરોની પાસે ફાયર અને ક્લાસ સુરક્ષા સંબંધિત NOC હોવી જોઈએ. પરીક્ષા અને સફળતાના પ્રેશરને લઈને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમણે મનોવૈજ્ઞાનિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. કોચિંગ સેન્ટરના રજિસ્ટ્રેશન અને રેગુલેશન 2024ની ગાઈડલાઈન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અગાઉ જ મોકલી દેવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં પહેલાથી જ કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ્સના રેગુલેશન સંબંધી કાયદા છે, વધુ ફી વસૂલનારા અને ગમે ત્યાં ખોલવામાં આવતા પ્રાઈવેટ કોચિંગ સેન્ટરોની વધતી સંખ્યા અને ત્યાં સુસાઈડના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે આ મોડલ ગાઈડલાઈન પ્રોપોઝ કરી છે.



ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ પર આકરી પ્રતિસ્પર્ધા અને એકેડમી પ્રેશરને જોતા કોચિંગ કેન્દ્રોને બાળકોની ભલાઈ માટે જરૂરી પગલા ઉઠાવવા જોઈએ. કોચિંગ સંસ્થાન તણાવથી વિદ્યાર્થીઓને બચાવવા અને તેમણે માનસિક સ્વાસ્થ્ય સંબંધી મદદ અનુભવી મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડશે. કોચિંગ સેન્ટર્સને ગાઇડલાઈન અનુસાર રજિસ્ટ્રેશન ન કરાવવા અને નિયમ અને શરતોના ઉલ્લંઘન પર મોટો દંડ આપવો પડશે. કોચિંગ સેન્ટર પહેલા ઉલ્લંઘન માટે 25 હજાર, બીજી વખત એક લાખ અને ત્રીજી વખત ગુના માટે રજિસ્ટ્રેશન કેન્સર કરવાની સાથે મોટો દંડ આપવા માટે તૈયાર રહેવું પડશે.



ગાઈડલાઈન અનુસાર, કોર્સની સમયમર્યાદા દરમિયાન ફી ન વધારી શકાય. કોઈ વિદ્યાર્થીએ આખી ફી ચૂકવવા છતા કોર્સને વચ્ચે છોડવાની અરજી કરવામાં આવે તો કોર્સની બાકીની રકમ પરત કરવાની રહેશે. રિફંડમાં હોસ્ટેલ અને મેસ ફી પણ સામેલ હશે. કોઈ પણ પરિસ્થિતિમાં શાળા કે, સંસ્થાનોમાં ભણતા વિદ્યાર્થીઓના ટાઈમિંગ દરમિયાન કોચિંગ ક્લાસ નહીં ચાલે. એક દિવસમાં 5 કલાકથી વધુ ક્લાસ નહીં ચાલે. સવારે અર્લી મોર્નિંગ અને લેટ નાઈટ ક્લાસ નહીં થાય. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વીક ઓફ મળશે. તહેવારોમાં કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને પરિવાર સાથે જોડવા અને ભાવનાત્મક લગાવ વધારવાનો મોકો આપશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કોચિંગ સેન્ટર વિનિયમન 2024 માટે દાખલ ગાઈડલાઈન સૂચન કરે છે કે, 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓનું કોચિંક સેન્ટરમાં એડમિશન ન થવું જોઈએ.



ગાઈડલાઈન એ પણ સૂચન કરે છે કે કોચિંગ સેન્ટરો માતા-પિતા અને વિદ્યાર્થીઓને ખોટા વાયદા કે રેન્કની ગેરેન્ટ ન આપવી જોઈએ. ગાઈડલાઈનના અનુસાર, ગ્રેજ્યુએટ કે ઓછી લાયકાત વાળા ટ્યૂટર્સને કોચિંગ ક્લાસિસોમાં ભણાવવાની મંજૂરી નહીં આપવામાં આવે. યોગ્ય દેખરેખ કરવા માટે કેન્દ્રએ એવી ગાઈડલાઈન લાગૂ થવાના ત્રણ મહિનામાં નવા અને હાલના કોચિંગ સેન્ટરોના રજિસ્ટ્રેશનનો પ્રસ્તાવ આપ્યો છે. માત્ર 2023માં એસ્પિરેન્ટ વિદ્યાર્થીઓની આત્મહત્યાના 28 કેસ દાખલ થયા, જેમાંથી સૌથી વધુ કેસ ભારતની જાણિતી કોચિંગ મંડી કોટા, રાજસ્થાનમાં હતા. જેને ધ્યાનમાં રાખતા સરકારે આવી ગાઈડલાઈન તૈયાર કરી છે, જેનાથી આ પ્રકારની ઘટનાઓ રોકી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application