દેશમાં ખેડુતોની સ્થિતિ હજુ પણ જોઈએ તેટલી સારી નથી. ક્યારેક પાક નિષ્ફળ જાય, ક્યારેક પુરતા પ્રમાણમાં ભાવ ન મળે, તો ક્યારેક કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડતું હોય છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ખેડુતો માટે વિવિધ યોજના લાવતું હોય છે. કે જેનાથી ખેડુતોને સહાય મળી રહે. આવી જ એક યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના ચલાવવામાં આવી છે.
આ યોજના હેઠળ સરકાર તરફથી ખેડુતોને વર્ષે 6000 રૂપિયા આપવામાં આવતા હતા અને આ યોજના સમગ્ર ભારતમાં લાગુ છે, પરંતુ આ યોજના બાદ રાજ્ય સરકારે શરૂ કરી છે તે પ્રમાણે હવે 6 હજારના બદલે 10 હજાર રૂપિયા મળશે. આ યોજના મધ્ય પ્રદેશની સરકારે શરૂ કરી છે અને તેનું નામ કિસાન કલ્યાણ યોજના. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ખેડુતોને તેમના કલ્યાણ માટે 10 હજાર રૂપિયા આપી રહી છે.
એટલે કે 6 હજાર રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે. પરંતુ તેની સાથે સાથે મધ્ય પ્રદેશ સરકાર તરફથી 4 હજાર આપવામાં આવશે. મધ્ય પ્રદેશ સરકારે આ યોજનાની શરૂઆત 2020થી જ કરી દીધી છે. તે સમયે ખેડુતોને બે-બે હજાર આપવામાં આવતા હતા. આ યોજના હેઠળ માત્ર મધ્યપ્રદેશનાં ખેડુતોને ફાયદો મળશે અને મહત્વની વાત તો એ છે કે, મધ્યપ્રદેશનાં દરેક ખેડુતોને આ યોજના હેઠળ લાભ નહી મળે. પરંતુ માત્ર એવા જ ખેડુતોને લાભ મળશે કે જે ખેડુતોએ પીએમ કિસાન સમ્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500