કેન્દ્ર સરકારે એક મોટી કાર્યવાહી કરતાં 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે હવેથી આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે તમારા મગજમાં એ સવાલ થતો હશે કે સરકારે આ પગલું કેમ ભર્યું? ખરેખર તો આ પગલું વધતાં ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવાયું છે. સસ્પેન્ડ કરાયેલા મોબાઈલ નંબરમાં એવા નંબર સામેલ હતા જે કોઈને કોઈ શંકાસ્પદ લેવડ-દેવડ સાથે જોડાયેલા હતા.
ખરેખર આ મામલે નાંણાકીય સેવા સચિવ વિવેક જોશીએ જાણકારી આપતા કહ્યું કે, ઈન્ટરનેટના દોરમાં ડિજિટલ પેમેન્ટને લઈને થતાં ફ્રોડને રોકવા માટે આ પગલું લેવાયું છે. નાંણાકીય સેવા સચિવ વિવેક જોશીએ આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, ડિજિટલ ફ્રોડના વધતાં જતાં કેસને જોતાં બેન્કોને પણ નિર્દેશ આપી દેવાયા છે. બેન્કોને તેમની પ્રક્રિયાઓ અને સિસ્ટમને પહેલાથી વધુ મજબૂત બનાવવા કહેવાયું છે. આ મુદ્દે ભવિષ્યમાં બેઠકો થતી રહેશે. તેની સાથે જ આગામી બેઠક જાન્યુઆરીમાં યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application