ગુજરાતને જાન્યુઆરીમાં જ નવા ડીજીપી મળી જશે. જે માટે ગુજરાત સરકારે ચર્ચા વિચારણા કર્યા બાદ 6 નામોની પેનલ બનાવીને કોંગ્રેસને પરબિડીયું કવરમાં મોકલ્યું છે. ત્યારે નવા ડીજીપીની રેસમાં કેટલાક નામો છે તેમાં સૌથી મોખરે નામ જો કોઈ હોય તો એ અતુલ કરવાલનું હોવાનું મનાય છે.
આ સિવાય અન્ય નામો પણ રેસમાં છે ત્યારે અતુલ કરવાલની શક્યતા ડીજીપી તરીકે વધું છે. આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયા બાદ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે તેમને એક્સ્ટેન્શન નહીં મળે. 1988 બેચના IPS અતુલ કરવાલનું નામ મોખરે છે. અતુલ કરવાલ પસંદગી થાય તો તેઓ એક વર્ષ માટે ડીજીપી તરીકે કાર્યરત રહી શકે છે.
વિધાનસભાની ચૂંટણીના કારણે બે વખત એક્સટેન્શન મળ્યા બાદ આગામી ડી.ટી. ડીજીપી આશિષ ભાટિયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે સરકારે કેન્દ્રને છ નામોની પેનલ મોકલી છે. જેમાં આશિષ ભાટિયાના અનુગામી તરીકે 1988 બેચના આઈપીએસ અધિકારી અતુલ કરવલનું નામ મોખરે છે, જેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે.ભૂપેન્દ્ર પટેલ સરકારે એક પેનલની રચના કરી છે. જેમાં 6 નામ કેન્દ્રને મોકલવામાં આવ્યા છે.
આ નામો મોકલવામાં આવ્યા
સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આ 6 પેનલમાં અતુલ કરવાલ ઉપરાંત વિકાસ સહાય, અજય તોમર, સંજય શ્રીવાસ્તવ, અનિલ પ્રથમ, શમશેરસિંહના નામ મોકલવામાં આવ્યા છે. જેથી હવે ફાઈનલ છે કે, ગુજરાતને નવા ડીજીપી મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500