ગુગલ દર વર્ષે એક લિસ્ટ બહાર પાડે છે જેના દ્વારા જાણવા મળે છે કે, આખા વર્ષ દરમિયાન લોકોએ સ્ટાર કે બિઝનેસમેનને સૌથી વધુ સર્ચ કર્યા છે. આવી સ્થિતિમાં ગૂગલે વર્ષ 2022ની યાદી પણ શેર કરી છે. આ લિસ્ટ મુજબ સેલિબ્રિટી લિસ્ટમાં સુષ્મિતા સેનનું નામ ટોપ પર છે. અભિનેત્રીનાં નામની આસપાસ બીજા કોઈ મોટા સ્ટાર નથી. આ લિસ્ટમાં સુષ્મિતા સેનનું નામ આવ્યા બાદ દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે, આવું તેની પર્સનલ લાઈફને લઈને થયું છે.
વર્ષ-2022માં તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ બાદ અભિનેત્રીએ અચાનક IPL ફાઉંડર લલિત મોદી સાથેના તેના સંબંધોને કારણે હેડલાઈન્સ બનાવી હતી. સંપૂર્ણ લિસ્ટની વાત કરીએ તો સુષ્મિતાનું નામ 5માં નંબર પર છે. જેમ કે, બધા જાણે છે કે જુલાઈમાં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધો પર પોતાની કોઝી તસવીર શેર કરીને મહોર લગાવી દીધી હતી. જેના કારણે અભિનેત્રીની ખૂબ સર્ચ કરવામાં આવી હતી. તેની તસવીર વારંવાર જોવા માટે લોકોએ ગુગલ પર સુષ્મિતાનું નામ સર્ચ કર્યું હતું. આટલું જ નહીં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ ડીપીની તસવીર પણ મૂકી હતી.
બીજી તરફ સુષ્મિતા સેન સાથે લલિત મોદી પણ આ લિસ્ટમાં અભિનેત્રીથી બરાબર ઉપર છે. એટલે કે, લલિત મોદીનું નામ ચોથા નંબર પર છે. પહેલા નંબરની વાત કરીએ તો પ્રથમ રાજકીય નેતા નુપુર શર્મા છે. બીજા નંબર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ છે. આ સિવાય રિયાલિટી શો લોક અપની પૂર્વ સ્પર્ધક અંજલિ અરોરાનું નામ પણ આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર પર છે. તમને જણાવી દઈએ કે, અંજલિ અરોરાનો MMS લીક થયા બાદ તે ઘણી હેડલાઈન્સમાં હતી. તેમના એમએમએસ વીડિયોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. બીજી તરફ બિગ બોસ 16માં પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતનાર સ્પર્ધક અબ્દુ રોજિક 7માં સ્થાન પર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500