“મારી માટી, મારો દેશ-માટીને નમન, વીરોને વંદન” અંતર્ગત મહુવા તાલુકાની કઢૈયા ગામે ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં તા.૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ-માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર સુરત જિલ્લામાં ઉત્સાહેભર કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અમૃતકાળને વધુ યાદગાર બનાવવા અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને મહુવા તાલુકાના કઢૈયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના શિક્ષકો, ગામના અગ્રણીઓએ સાથે મળીને શિલાફલકમનું અનાવરણ, અમૃતવાટિકા, વસુદા વંદન હેઠળ વૃક્ષા રોપણ, ગ્રામજનોએ મોટી સંખ્યામાં સેલ્ફીઓ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500