‘વિશ્વ માસિક સ્વચ્વછતા દિવસ’ ઊજવણી અંતર્ગત સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ૨૧ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૭૮૦ કિશોરીઓને માસિક સ્વચ્છતાની સમજ આપી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા માસિકધર્મ દરમિયાન કિશોરીઓને સ્વછતા જાળવવા અંગે તથા માસિકને આરોગ્યપ્રદ, ગરિમાપૂર્ણ બનાવવા અંગે આરોગ્ય કર્મચારીઓએ ઉપસ્થિત કિશોરીઓને જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ પટેલ, જિલ્લા RCH અધિકારી ડો.પિયુષ શાહ સહિત મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application