નવસારી જિલ્લાના વિરાવળ ગામે આવેલા "EVM warehouse" ખાતે ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી અંતર્ગત જિલ્લા કલેકટર હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણની રક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વૃક્ષોનું વાવેતરઅને ઉછેર કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંદેશા સાથે કલેકટરએ જણાવ્યું હતું કે, પર્યાવરણ જોખમાવાની વિકટ સમસ્યાના એક માત્ર ઉપાયરૂપે ‘વધુ વૃક્ષો વાવો’ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે.
ગ્રીન હાઉસ ઇફેક્ટ સામે લડવા વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સૌ સંકલ્પ લઈને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને સમૃદ્ધ અને ટકાઉ બનાવીએ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આપણે સૌ આપણી આસપાસના વિસ્તારોના હરિયાળું બનાવવા તથા પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ. આ વ્રુક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના વનવિભાગ તથા જિલ્લા ચુંટણી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application