સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા ઓટા ચાર રસ્તા પાસે આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સાદર પ્રણામ કરી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે તાપી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામીતએ જણાવ્યું હતું કે ડૉ.બાબા સાહેબ આંબેડકરએ બંધારણનાં ઘડવૈયા અને પ્રથમ કાયદાપ્રધાન હતાં તેઓ રાજનેતા,તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી,ઈતિહાસકાર અને અથૅશાસત્રી હતાં તેઓ કહેતા કે હું એવા ઘમૅ ને માનું છું જે સ્વતંત્રતા,સમાનતા અને ભાઈચારો શિખવે છે તેમણે કહ્યું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને આંદોલિત રહો,મન ની સ્વતંત્રતાએ વાસ્તવિક સ્વતંત્રતા છે, મને મારા દેશ ભારત પર, લોકશાહી,સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતાનાં સિધ્ધાંતો ને સમાવિષ્ટ બંધારણ ઘરાવવા બદલ ગર્વ છે, કાયદો અને વ્યવસ્થા એ શરીરની રાજનીતિની દવા છે અને જ્યારે રાજકીય શરીર બીમાર પડે છે ત્યારે દવા આપવી જોઈએ આપણે પણ તેમના સિધ્ધાંતો ને અનુસરી એ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અવસરે તાપી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલા ગામીત સહિત પદાઅધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500