આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભરૂચ ખાતે 'અમૃત કળશયાત્રા' આવી પોહચતાં ભરૂચના વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અન્ય હોદેદારો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. દેશની માટી, વીરોને વંદન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં અમૃત વાટિકાનું નિર્માણ થઈ રહ્યું છે. શહીદોના સન્માનમાં પ્રેત્યક દેશવાસીઓને બે ચપટી માટી અને બે ચપટી ચોખાના યોગદાનનો અવસર કળશ યાત્રા થકી મળ્યો હોવાનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી એ કહ્યું હતું. અહીં નોંધણીય છે કે, તા. ૦૬/૧૦/૨૦૨૩ થી ૧૨/૧૦/૨૦૨૩ સુધી અલગ અલગ વર્ગની વિશેષ ભાગીદારી સાથે અમૃત કળશ યાત્રા યોજવાનું આયોજન હાથ ધરવામા આવ્યું છે. જેને અનુલક્ષીને ઉમરાજથી અમૃત કળશ યાત્રા નંદેલાવ ગ્રામ પંચાયતના મંગલદીપ સોસાયટી ખાતે પહોંચી હતી.
જ્યાં હાજર સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સૌ સભ્ય અને ગ્રામજનોએ હાજર રહીને કળશ યાત્રાનું સ્વાગત કરી મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશમાં માટી અને ચોખા નાખ્યા હતા. આ યાત્રા સાંજે જ્યોતિનગર થઈ રામજી મંદિર પોહચી હતી.જ્યાં ઠેર ઠેર મહાનુભવો અને સ્થાનિકો દ્વારા અમૃત કળશને વંદન કરી પોતાનું યોગદાન દેશ, દેશની માટી અને શહીદો પ્રત્યે અર્પણ કરાયું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને ઉજાગર કરવા દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મારી માટી મારો દેશ અભિયાનનું આયોજન કરાયું છે. રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભોલાવ જિલ્લા પંચાયતમાં અમૃત કળશ યાત્રાનું આજે રવિવારે આગમન થયું હતું આ અમૃત કળશનું આગમન થતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિતનાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500