Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી

  • January 28, 2021 

દેશના ૭૨ મા પ્રજાસત્તાક દિનની નવસારીની જિલ્લા કક્ષાની ઉજવણીમાં લુન્સીકુઇ મેદાન, નવસારી ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ ગૌરવપર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી જિલ્લાના તમામ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

 

 

 

વિકાસ માર્ગે સતત અને અવિરત આગળ વધવાની ગણતંત્ર દિવસના પાવન પર્વે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, જન જનના સહયોગથી ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણ માટે ઉત્તમથી સર્વોત્તમ તરફનુ પ્રયાણ ગુજરાતે આરંભ્યુ છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશ વિકાસના આયામને આપણે સહુઍ લક્ષ્યમાં રાખવાનો રહે. આજે આપણું ગુજરાત અનેક ક્ષેત્રે નંબર વન છે. આ અગ્રેસરતા પાછળ સાડા છ કરોડ ગુજરાતીઓનો નક્કર પુરુષાર્થ છે. ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટે અપણે સહુ આગળ આવીઍ. દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા માટે હૃદયપૂર્વક કટિબદ્ધ બનીઍ.

 

 

 

ભારતીય બંધારણનું ગૌરવગાન કરતાં મંત્રીશ્રીઍ જણાવ્યું કે, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની રચના કરીને દેશની ઍકતા, અખંડિતતા, સંપ્રભુતા અને વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. જેના પરિણામે આજે આપણે સૌ આઝાદ ભારતમાં વિકાસના મીઠા ફળ આરોગી શકીઍ છીઍ.

 

 

 

વધુમાં મંત્રીશ્રીઍ ઉમેર્યું કે, પરિણામે આજે કોરોનાથી મૃત્યુદરનું પ્રમાણ સતત ઘટતું જાય છે. કોરોનાનો શિકાર બનેલા આપણા વહાલા ગુજરાતી બાંધવો ફરી પાછા સ્વસ્થ થઈ રહયાં છે.

આપણા સહુના સહિયારા પુરૂષાર્થથી ગુજરાતનો રીકવરી રેટ છન્નું ટકાથી પણ વધારે છે ઍ જ બતાવી આપે છે કે, ગુજરાત અને દેશે ઍકમેક સાથે ખભે ખભા મિલાવીને કોરોના મહામારીનો કેવો મક્કમ મુકાબલો કર્યો છે.

 

 

મંત્રીશ્રી ઇશ્વરભાઈ પરમારે ઉમેર્યું કે, ગુજરાતના બાંધવો અને દેશવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવા માટે દેશમાં સંશોધિત થયેલી આ રસીઓ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે આપવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રત્યેક દેશવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવાનું મજબૂત અને સુદ્રઢ આયોજન ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે. આપણે સૌઍ સાથે મળીને કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે બાથ ભીડીને ઍનો મક્કમ મુકાબલો કર્યો છે. આપણા સૌની મહેનતને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, સુપ્રિમ કોર્ટ, ઍઈમ્સના ડાયરેકટર, આઈઆઈઍમ અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓઍ  બિરદાવી છે.

 

 

 

પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓઍ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.

 

 

 

આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા આરોગ્ય વિભાગ, નગરપાલિકા, મહેસુલ વિભાગ તથા પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને પ્રશસ્તિપત્ર ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ અધિક્ષક ઙ્ગષિકેશ ઉપાધ્યાય, ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ, કર્મચારીગણ, શાળાના આચાર્યો-શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહયાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application