Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સોનુનિયા ગામે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરાઈ

  • October 31, 2021 

'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉજવણીના ઉપલક્ષમા ડાંગના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લાના સોનુનિયા ગામે લોહપુરુસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામા આવી હતી. દેશભરમા ઉજવાઈ રહેલા 'આઝાદી ના અમૃત મહોત્સવ' કાર્યક્રમ અંતર્ગત કરાયેલી ઉજવણી દરમિયાન ગામના પોલીસ પટેલ, આગેવાનો, આંગણવાડી કાર્યક અને ગામના ૮૦થી વધૂ ગ્રામજનો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા. દરમિયાન 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નદ્રષ્ટા સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત સૌએ દસ મિનિટ મૌન રાખીને, તેમના કરેલા કાર્યોને યાદ કર્યા હતા. ગામના પોલીસ પટેલ શિલ્યાભાઈ ગાયકવાડે દેશના ૫૬૨ રજવાડાઓને એક કરનારા લોહપુરુષની જીવન ઝરમર વર્ણવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application