દેશભરમાં દર વર્ષે તા.૧૦મી ઓગસ્ટ અને તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ 'નેશનલ ડી વોર્મિંગ ડે'ની ઉજવણી કરવામા આવે છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતની સામુહિક આરોગ્ય અને કુટુંબ કલ્યાણ શાખા દ્વારા સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં પાંચ ગામોમાં ‘નેશનલ ડી વોર્મિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. કામરેજના ઓરણા, નવી પારડી, સેવણી, વાવ અને વલણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું. હતું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.શાંતકુમારી, મેડિકલ ઓફિસરો, ફાર્માસિસ્ટ સુપરવાઇઝરો, આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા ફેસિલીટેટર અને તાલુકા હેલ્થ ઓફિસર બહેનોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500