ડાંગ માહિતી બ્યુરો/આહવા:'આઝાદી ના અમૃત મહોત્સવ' નિમિત્તે ડાંગની સૌથી મોટી, અને જૂની સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 'ગાંધી જયંતિ' નિમિત્તે વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓનુ આયોજન કરાયુ હતુ.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે શાળાના એન.એસ.એસ. યુનિટના સ્વંસેવકો દ્વારા જનજાગૃતિ રેલીનુ પણ આયોજન કરાયુ હતુ. સાથે આયોજિત વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓમા શાળા સંચાલિત 'સરકારી કુમાર છાત્રાલય'ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.દરમિયાન નિબંધ સ્પર્ધામા ૨૧ બાળકોએ ભાગ લીધો હતો. જેમા પ્રથમ નંબર ચૌધરી ઉમેશ રામદાસ, બીજા નંબરે આહીર પિંકલભાઈ મેરુ, અને ત્રીજા નંબરે આહીર દીપલભાઈ ગનાસ્યા વિજેતા જાહેર થયા હતા.
ચિત્ર સ્પર્ધામા ભાગ લેનારા ૨૦ બાળકો પૈકી પ્રથમ નંબરે પવાર અંકિત દિપક, દ્વિતીય નંબરે ચૌધરી બુધ્યા શ્રાવણ, અને તૃતિય નંબરે પવાર ધનરાજ વિજેતા જાહેર થયા હતા.ઉપરાંત ગાંધી ગીત સ્પર્ધા અને ગાંધી quiz સ્પર્ધાનુ પણ આયોજન કરાયુ હતુ. જેમા ૫૭ બાળકોએ ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના આચાર્ય ગોવિંદભાઈ ગાંગોરડાના માર્ગદર્શન હેઠળ ગૃહપતિ શૈલેષ ભોયે તથા છાત્રાલયના કર્મયોગી અશ્વિન પટેલે કર્યું હતુ. આ પ્રસંગે શાળાના સુપરવાઈઝર શ્રી પ્રજેશ ટંડેલ તથા ગ્રંથાલય દત્તાત્રેય મોરે એ ઉપસ્થિત રહી, ગાંધી જીવનકવન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. વિવિધ સ્પર્ધાના વિજેતાઓ, અને ભાગ લેનાર સ્પર્ધકોને શાળા પરિવાર દ્વારા સ્મૃતિ ભેટ આપવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500