Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડામાં મિલેટ ફેસ્ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

  • March 29, 2023 

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ-2023 અંતર્ગત મિલેટ ફેસ્ટીવલ દિવસની ઉજવણીનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોમ્યુનિટી હોલમાં તા.26 માર્ચના રોજ 10:30 કલાકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વલસાડ જિલ્લાની પ્રોડક્ટની વેલ્યુ વધે તેમજ ખેડૂતો પગભર થાય તે અંગે ચર્ચા કરી ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓનો ખેડૂતો મહત્તમ લાભ લઈ પગભર બને અને ખેડૂતોનું પોતાનું તેમજ કુટુંબનું સ્વાસ્થ્ય સારૂ રહે તેવા પ્રયત્નો કરવા પર ભાર મુક્યો હતો.






વધુમાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે ખેડૂતોને ઉપયોગી યોજનાઓ પૈકી પાવર ટીલરની યોજનામાં ધરમપુર અને કપરાડાના ખેડૂતોએ આખા ગુજરાતમાં સૌથી વધારે લાભ લીધો છે. અંદાજીત રૂ.2.25 કરોડની સબસીડી ખેડૂતોને મળશે અને આવી યોજનાનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે FRA (ફોરેસ્ટ રાઈટ એક્ટ)ની જમીનનો વ્યવસ્થિત ઉપયોગ કરી ખેડૂતો પગભર થાય તેની ચર્ચા કરી તેમજ સ્થાનિક પાકોની પ્રોડક્ટમાં વેલ્યુ એડીશન કરી મહિલાઓ પગભર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ એવુ જણાવ્યું હતું. વધુમાં ટ્રાયબલ વિસ્તારમાં ખેડૂતલક્ષી યોજનાનો વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.






જિલ્લા ખેતીવાડી અધિકારી એ. કે. ગરાસીયાએ સ્વાગત પ્રવચન કરી આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ-૨૦૨૩ અન્વયે વિવિધ કાર્યક્રમો અંગેની ચર્ચા કરી હતી. અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અરવિંદ પટેલ અને બાલુ પટેલે હલકા ધાન્યનું મહત્વ તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેની સમજ પૂરી પાડી હતી. આઈ.સી.ડી.એસ અધિકારી રીટાબેન પટેલે આંગણવાડીની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. ધરમપુરના મદદનીશ ખેતી નિયામક કેતનભાઈ કોરાટે ખેતી વિષયક યોજના અંગે અને આઈ. ખેડુત અંગે માહિતી પૂરી પાડી હતી. શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલે જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ યોજનાનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application