Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂની બાટલીઓ સાથે બાઈક ચાલક ઝડપાયો, એક વોન્ટેડ

  • May 28, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગુરુવાર નારોજ વ્યારાના છીંડયા ગામના ત્રણ રસ્તા પાસેથી એક બાઈક નંબર જીજે/૨૬/એસી/૧૬૩૨ને અટકાવી ચાલકની પૂછ પરછ કરતા તેણે પોતાનું નામ પાઉલ ઉર્ફે સંજયભાઈ માવચી રહે, ખેખડા ગામ ચીકારી ફળિયું તા.નવાપુર (મહારાષ્ટ્ર) નાનો હોવાનું જણાવ્યું હતું.




બાદમાં તપાસ કરતા બાઈક પરથી મળી આવેલ એક મીણીયાના કોથળા માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂ દેશી સંતરાની કુલ બાટલીઓ નંગ ૧૯૧ જેની કિંમત રૂપિયા ૯,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની વધુ તપાસમાં નવાપુરના બેડકી પાડામાં રહેતો જગદીશ ઉર્ફે મલંગી નામના ઇસમેં દારૂ ભરી આપ્યો હોવાનું જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




આ બનાવમાં એલસીબી પોલીસકર્મીની ફરિયાદના આધારે રૂપિયા ૯,૫૦૦/- નો દારૂ, ૩૦ હજારની બાઈક અને પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલ ૩ હજારની કિંમતનો ૧ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૪૨,૫૫૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application