વ્યારાનાં ચીખલી રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીનો એક પરિવાર સંબંધીનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ ઘરનાં તાળા તોડી કબાટ સહિતનો સરસામાન વેરવિખેર કરી નાંખી રૂપિયા ૧,૪૫,૦૦૦/- રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાની પંચવટી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ બથવાર જેઓ રેતી અને કપચીનું કાર્ટિંગ કરે છે જોકે તેઓ બે સંતાનો, પત્ની તથા માતા સાથે ગત તારીખ ૨૭/૧૧/૨૦૨૪નાં રોજ સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા મોરબી જિલ્લાનાં વાંકાનેર ગયા હતા. તે દરમિયાન તારીખ ૨૮ની રાત્રિએ ચોર ઇસમે કોઈ સાધન વડે ઘરનાં મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં મુકેલ ત્રણ કબાટનાં લોક તોડી તેમજ લોકર તોડી રૂપિયા ૧,૪૫,૦૦૦/- રોકડા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે સુરેશભાઈએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500